

સુરપુર ખાતે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્વારા અશ્વને બક્ષ્યુ નવજીવન
**************
અશ્વને આખલાનું શિંગડું પેટમાં ગુસી જતા આંતરડાનો સંપૂર્ણ ભાગ બહાર આવી ગયો હતો
*********************
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુરપુર ખાતે દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના ૧૯૬૨ના પશુ ચિકિત્સક દ્વારા ગંભીર રીતે ઘવાયેલા અશ્વને ઓપરેશન કરી મોતના મુખમાંથી બચાવવામાં આવ્યો છે.
ઇડરના સુરપુર ગામમાં આશરે ૬ વર્ષના અશ્વને આખલાનું શિંગડું પેટમાં ગુસી જતા ગંભીર રીતે ઇજા થઈ હતી. આ ગામના અતિક ભાઈ મેમણ દ્વારા પશુ હેલ્પલાઇન ૧૯૬૨ પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા ૧૯૬૨નાં પશુ ચિકિત્સક ડૉ.એઝાજ મેમણ અને ડૉ.માર્ગી પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન અશ્વના આંતરડાનો સંપૂર્ણ ભાગ બહાર આવી ગયો હતો. તેથી તેનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. જેથી તાત્કાલિક ધોરણે અશ્વનું ઑપરેશન કરી અશ્વને બચાવી લેવામાં આવ્યો હતો. સંપૂર્ણ ઓપરેશન દરમિયાન પાયલોટ કમ ડ્રેસર હર્ષદભાઈ તથા સુરપુર ગામના રહેવાસીઓ ખૂબ સાથ સહકાર આપ્યો હતો.
અબોલ જીવ એવા અશ્વને નવ જીવન અર્પવા પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા તમામ કર્મચારીઓ પ્રશંસા કરી હતી. તેમજ તમામ સેવા ભાવિ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા



