MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી રદ કરી

MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી રદ કરી

મોરબી માં “આલાપ પાર્ક” ના પ્લોટ નં-૨૮૮ ચો.મી.૮૮-૭૬ ના ક્ષેત્રફળ ની જમીન માં રહેણાંક મકાન નું બાંધકામ કરવા વાદી નિતાબેન રવજીભાઈ પાડલીયા એ પ્રતિવાદી નં-૩ મોરબી નગરપાલીકા પાસે ડેવલોપમેન્ટ પરમીશન મેળવી બાંધકામ શરૂ કરતા પ્રતિવાદી નં-૧ ઘનશ્યમભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયા તથા પ્રતિવાદી નં-૨ અંબારામભાઈ લક્ષ્મણભાઈ ફુલતરીયા એ ખોટી રીતે મોરબી નગરપાલીકા માં બાંધકામ અટકાવવા અરજી કરતા પ્રતિવાદી નં-૩ એ વાદી ને આપેલ ડેવલોપમેન્ટ પરમીશન રદ કરી નળ કનેકશન કાપેલ અને પ્રતિવાદી નં-૪ પી.જી.વી.સી.એલ એ વીજ કનેકશન કાપતા વાદી એ નામદાર સિવિલ કોર્ટ માં ડેકલેરેશન તથા કાયમી મનાઈ હુકમ મેળવવા રે.દિ.કેશ નં-૭૦/૨૦૨૪ થી દાવો દાખલ કરતા પ્રતિવાદી નં-૩ ના એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭ તથા રૂલ-૧૧(ડી) મુજબ વાદી નો દાવો રદ કરવા અરજી કરેલ પ્રતિવાદી નં-૩ એ અરજી માં જણાવેલ કે વાદી એ મોરબી નગરપાલીકા સામે દાવો માંડતા પહેલા ગુજરાત મ્યુનીસીપાલીટી એકટ ની કલમ-૨૫૩ હેઠળ પ્રથમ નોટીશ આપવાની હોય પછી ૧-માસ બાદ મોરબી નગરપાલીકા સામે દાવો દાખલ કરવાનો હોય જેથી વાદી એ આ દાવો પ્રતિવાદી નં-૩ ને નોટીશ આપ્યા વગર દાખલ કરેલ હોય રદ કરવા અરજી કરેલ. જેથી વાદી ના એડવોકેટ એ પ્રતિવાદી નં-૩ ની અરજી સામે વાંધા તથા દલીલ રજુ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટ ના અલગ-અલગ ચુકાદા રજુ રાખેલ જે ધ્યાને લઈ નામદાર સિવિલ કોર્ટે તારણ કાઢેલ કે વાદી ને પ્રતિવાદી નં-૩ અને અન્ય પ્રતિવાદીઓ સામે હાલ નો દાવો કરવાનુ કારણ ઉત્પન્ન થયા ના છ મહિના ના સમયગાળાની અંદર ૧૬ દિવસમાં જ વાદી દ્વારા હાલનો દાવો કરવામાં આવેલ છે, તે સંજોગોમાં વાદી ના હાલ ના દાવા ને ગુજરાત મ્યુનીસીપલ એકટ ની કલમ-૨૫૩ ની કોઈ જોગવાઈઓ નો બાદ નડતો નથી આમ વાદી એ દાવા નું કારણ ઉત્પન્ન થયા ના છ મહિના ના સમયગાળા ની અંદર ૧૬ દિવસમાં જ પ્રતિવાદી નં-૩ મોરબી નગરપાલીકા સામે દાવો લાવેલ હોય વાદી એ પ્રતિવાદી નં-૩ મોરબી નગરપાલીકા ને ગુજરાત મ્યુનીસીપલ એકટ ની કલમ-૨૫૩ મુજબ ની કોઈ નોટીસ આપવાની આવશ્યકતા રહેતી નથી જે કારણસર નામદાર સિવિલ કોર્ટે પ્રતિવાદી નં-૩ ની સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ ની અરજી રદ કરવાનો હુકમ કરેલ. આ દાવા ના કામે વાદી પક્ષે મોરબી ના જાણીતા હાર્દિક ડી.ગોસ્વામી,હિરેન ડી.ગોસ્વામી,અશોક એસ.દામાણી તથા વિશાલ પી.ચાવડા રોકાયેલા હતા. અને આ અરજી ના કામે વાદી તરફે પ્રોકસી એડવોકેટ તરીકે સિનિયર એડવોકેટ (ધારાશાસ્ત્રી) શ્રી નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક ના એ દલીલ કરેલ.








