
MORBI:મોરબી મચ્છુ -૨ ડેમમાં ડૂબી જતા તરુણનું મોત
મોરબી: મોરબી મચ્છુ -૨ ડેમમાં એક તરુણ ડુબી જતાં ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ભારે જેહમત બાદ તરુણનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે મોરબી મચ્છુ-૨ ડેમમાં એક તરૂણ ડૂબ્યો હતો જે અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ફાયરની રેસ્ક્યુ ટીમ અને લોકલ તરવૈયાઓએ કામગીરી હાથ ધરી હતી જેમાં ભારે જેહમત બાદ પાણીમાંથી દેવરાજભાઈ નરેન્દ્રભાઇ અજાણા (ઉ .વ.૧૭) નામના તરુણનો મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મોરબી ફાયર વિભાગને જાણ કરાતા બે કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.હાલ ઉપરોક્ત બનાવના પગલે રબારી પરિવાર ઉપર આભ ફાટયું હોય તેવો માહોલ છે કેમકે અગાઉ પરિવારના મોભી બાદ હાલ પરિવારના યુવાનનું પણ મોત નિપજતા નાના એવા નવા મકનસર ગામમાં શોક વ્યાપી ગયો છે.








