
MORBi:મોરબી વિના મૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી માટે કેમ્પ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી ડીવાઈન ચેરીટેબલ ફોર હેલ્થએન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી માટે કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રણછોડનગર કષ્ટભંજન હનુમાનજી મંદિર નવલખી રોડ મોરબી ખાતે જાહેર જનતાના લાભાર્થે આયુર્વેદની ઉત્તમ જાલંધર બંધ પધ્ધતિથી લાભાર્થીઓના હલતા દાંત તેમજ પેઢામાં થતાં દુઃખાવા માટે ઈન્જેકશન વગર સારવાર કરવામાં આવી અને હલતા કે દુઃખતા દાત કાઢી આપવામાં આવ્યા. આ દંત યજ્ઞ કેમ્પમાં કુલ પચાશ લાભાર્થીઓએ લાભ લીધો જેમાં ચૌદ લાભાર્થીઓને વિનામુલ્યે દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે આ કેમપના મુખ્ય દાતાઓ ઠકરાર ફેમિલી યુ.કે. તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી ના સંયુક્ત આર્થિક સહયોગથી યોજાયો. ત્યારે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ ફુલતરિયા ખજાનચી લા.મણિલાલ કાવર, સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ઉપસ્થિતિ રહી દિપ પ્રાગટય કરી કેમ્પ ને ખુલો મૂકવામાં આવ્યો.આં કેમ્પ ને સફળ બનાવવા રાષ્ટ્રીય દંત ચિકિત્સક ડો.જયસુખભાઇ મકવાણા,ડૉ.મોનિકાબેન ભટ્ટ ડૉ અભિજા બહેન, ડૉ ઉષા ઘાયલ, જાગૃતિબેન ચૌહાણ, લા.ચંદુભાઈ કુંડારિયા લા.નાનજીભાઈ મોરડીયા,લા.મનસુખભાઇ જાકાસણિયા, લા. રશ્મિકાબેન રૂપાલા,સાંઈ મંદિર ના મહંત શ્રી દ્વારા જહેમત ઉઠાવેલ તેમ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં સેક્રેટરી ટી.સી. ફૂલતરીયાની યાદી માં જણાવવામાં આવેલ









