HIMATNAGARKHEDBRAHMA

પ્રધાનમંત્રીના ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ટી.બી.ના દર્દીઓને વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

આપના ન્યુઝ માં સ્થાન આપશો ????

*પ્રધાનમંત્રીના ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ટી.બી.ના દર્દીઓને વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું*

વિરપ્રતાપ ફાઉન્ડેશન ધ્વારા સાબરકાંઠા જીલ્લા ના એઈડ્સ , ટીબી ના જરુરીયાતમંદ દર્દીઓ ને અભ્યાસકીટ તથા પ્રતી માસીક કરીયાણાકીટ ની મદદ કરવામાં આવે છે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત હિંમતનગર તાલુકા ના ઈલોલ આરોગ્યકેન્દ્ર માં ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના દર્દીઓને સારો પોષણયુક્ત આહાર મળી શકે. પોષણ કીટમાં લોટ, મગ, ચણા, સોયાબીન તેલ, દાળો, ગોળ તથા અન્ય કરીયાણુ વિગેરેની વસ્તુઓનો સમાવેશ થયો હતો. આશરે 25 જેટલા ટીબીના લાભાર્થી દર્દીઓને કીટ વિતરણ કરાયું હતું જેનાથી દર્દીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી..
વિરપ્રતાપ ફાઉન્ડેશન ના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ધ્વારા જણાવવામાં આવ્યુ કે પ્રધામંત્રીશ્રીના ટીબી મુકત ભારત 2025અભિયાનને સફળ બનાવવા દરેક વ્યકિત આ અભિયાન માં જોડાવુ જોઈએ અને ટીબીના દર્દીઓને મદદ થાય એ પ્રયત્નો કરવા જોઈએ, આ કાર્યક્રમ માં રવિન્દ્રસિંહ ચાવડા (તાલુકા સદસ્ય) , વનરાજસિંહ રાઠોડ , મિતુલભાઈ વ્યાસ, મયુરભાઈ પ્રજાપતિ ,ગૌરવભાઈ દરજી , વિષ્ણુસિંહ ચૌહાણ, અર્ખુસિંહ પરમાર , ડાયાભાઈ રાવળ તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ હાજર રહ્યા હતા

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button