GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોલેજ ખાતેથી ચુંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બૂથ વાઇસ ચુંટણીની તમામ સામગ્રી સાથે રવાના.

તારીખ ૦૬/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ એમ.એમ.ગાંધી કોલેજ ખાતે વહિવટી તંત્ર દ્વારા આવતી કાલે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ રોજ યોજાનાર ૧૮ પંચમહાલ લોકસભાની ચૂંટણીને લઇ તમામ પ્રક્રિયા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.જેમાં ૧૨૭ કાલોલ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર ફાલ્ગુન પંચાલ,કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ, કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ, કાલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તમામ નાયબ મામલતદારો અને કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મહેકમ શાખા, બાંધકામ શાખા,આઇસીડીએસ શાખા સહિતના અધિકારીઓ સાથે મામલતદાર તથા તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓની ઉપસ્થિતમાં ૧૮ પંચમહાલ સંસદીય મત વિભાગમાં સમાવિષ્ઠ ૧૨૭ કાલોલ વિધાનસભા મત વિભાગની તમામ બેઠકોની ચુંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપીને બૂથ વાઇસ ચુંટણીઓને લગતી તમામ સામગ્રી સાથે કાલોલ શહેર સહિત તાલુકાના બૂથ મથકો ઉપર સરકારી તથા ખાનગી ગાડીઓમાં રવાના કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button