GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

MORBI:મોરબી જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૩-૨૪નું આગામી તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વાંકાનેર તાલુકાના મોહંમદી લોકશાળા, ચંદ્રપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળ પ્રતિભાશોધ સ્પર્ધા મોહંમદી લોકશાળા ખાતે સવારે ૮:૦૦ કલાકે શરૂ થશે. જેમાં નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકતૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધકને ૨૪ કલાક અગાઉ પોતાની શાળામાંથી આપવવામાં આવશે.

ફોર્મ ભરેલ તમામ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ મોહંમદી લોકશાળાએ સવારે ૮:૦૦ કલાકે હાજર રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button