
મોરબી:આઘેડ ફીનાઇલને દારૂ સમજીને પી જતા મોત
મોરબી શહેરમાં શરાબના નશામાં ચૂર થઈને આધેડે ફીનાઇલની બોટલને દારૂની બોટલ સમજી તેમાં રહેલા ફિનાઈલને ગટગટાવી લીધું હતું. જેને પગલે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર તા-૦૮/૧૨/૨૦૨૩ ના રાતના સાડા દશેક વાગ્યાના અમી વર્ષા એપાર્ટમેન્ટ મ.નં-૧૦૨ સબ જેલ રોડ ખાતે રહેતા ૪૨ વર્ષીય કરીમભાઈ નુરઅલીભાઈ જીવાણીએ પોતાના ઘરે પોતે શરાબના નશામાં ચૂર થઈને ફીનાઇલની બોટલને દારૂની બાટલી સમજી લઈ ફિનાઈલની બાટલી હાથમાં આવી જતા અજાણી માત્રામાં પી ગયા હતા. જેને પગલે કરીમભાઇને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[wptube id="1252022"]








