HALOLPANCHMAHAL
હાલોલ:હરિપ્રબોધ પરિવાર હાલોલ મંડળના ભક્તો દ્વારા પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજનો 70 મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૩
હાલોલ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હરિપ્રબોધમ્ પરિવારના ઘણાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજ નો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા હાલોલ પાવાગઢ રોડ પર આવેલ ગાયત્રી મંદિર હોલમાં ઉજવાયો હતો.અને ખૂબ દિવ્યતાથી આ ઉત્સવને માણ્યો હતો.હરિ પ્રબોધમ્ પરિવાર હાલોલ શહેર અને તાલુકાના ૨૫૦થી વધારે ભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. વડીલો ભક્તોએ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજના જીવન દર્શન પ્રસંગોનો લાભ આપ્યો હતો. જયભાઈ પંચાલે વિડીયો પ્રેસેંટેશન દ્વારા સત્સંગનો લાભ દરેક ભક્તોને આપ્યો હતો.આ ઉત્સવ ઉજવીને દરેક ભક્તોનો ઉમંગ સમાતો ન હતો અને ભક્તો ખૂબ જ આનંદમાં હતા. સભાની પૂર્ણાહુતિ પછી મહાપ્રસાદનો લાભ લઈ સભાની સ્મૃતિને વાગોળતા વાગોળતા દરેક ભક્તોએ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હતું.
[wptube id="1252022"]