GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો, ગેસના ભાવમાં રૂ. ૨.૪૦ રૂપિયા નો વધારો ઝીંકાયો

મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો, ગેસના ભાવમાં રૂ. ૨.૪૦ રૂપિયા નો વધારો ઝીંકાયો
છેલ્લા દોઢેક વર્ષ કરતા વધુ સમયથી રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને હાલ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેથી સિરામિક ઉદ્યોગને એક્સપોર્ટમાં અગાઉથી જ ફટકો પડ્યો છે અને વેપાર ઘટી જવા પામ્યો છે ત્યારે હવે દિવાળી પૂર્વે ગેસના ભાવમાં ૨.૪૦ રૂનો વધારો ઝીંકવામાં આવ્યો છે

મોરબી સિરામિક એસો પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં અગાઉ MGO કરનાર માટે ગેસનો ભાવ અગાઉ રૂ. ૪૭.૧૦ હતો જેમાં ૨.૪૦ રૂપિયાનો વધારો થયો છે અને હવે નવો ભાવ ૪૯.૫૦ રૂપિયા થયો છે જે ભાવવધારો તા. ૧-૧૧-૨૦૨૩ થી અમલમાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે
[wptube id="1252022"]








