GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું


ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ચૈત્ર વદ -૧૧ વિક્રમ સંવત ૨૦૮૦ દિનાંક ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારે
“વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવેલ.

વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા દ્વારા લગભગ ૮૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૭૦ જેટલા ભાઈ બહેનો અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ગો-પાલક ,નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા તથા મધુરમ ફાઉન્ડેશન ના ડો મધુસૂદનભાઈ પાઠક તથા વૈદ્ય ચિરાગભાઈ વિડજા તથા વૈદ્ય જાનકીબેન ગામી ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ ના ડો જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર, રાકેશભાઈ મેરજા, પરેશભાઈ કુંડારિયા, રજનીભાઈ જીવાણી તથા પ્રકૃતિપ્રેમી આંબાલાલ પટેલ(કવિ), ચંદ્રશેખરભાઇ,કાલરિયાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન હિરેનભાઈ ધોરીપાણી દ્વારા કરવામાં આવેલ હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button