MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન તથા સંગીત સંધ્યા યોજાશે

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન તથા સંગીત સંધ્યા યોજાશે

મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ નિમિતે સ્નેહ મિલન યોજનાર છે.
શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે તેઓની સંસ્થામાં નોંધાયેલા જ્ઞાતિના સભ્યોનું સ્નેહમિલન સંસ્થાની ભોજનશાળા ખાતે રાખવામાં આવેલ છે.આગામી તા.૩ ડિસેમ્બરના રોજ રવિવારના રોજ સાંજે સાડા પાંચ કલાકે યોજાનાર આ સ્નેહ મિલનની સાથે સાથે સંગીત સંધ્યા તથા ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે.જેના માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભોજનશાળા) વાંકાનેર દરવાજા પાસે, બાલમંદિરની સામે ખાતેથી સવારના ૧૦ થી ૧૨ અને સાંજના ૫ થી ૭ દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ તા.૨૪-૧૧ થી ૩૦-૧૧ સુધીમાં પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button