GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઉછીના આપેલ પૈસા પરત માગતા યુવક પર છરી વડે હુમલો

મોરબી ઉછીના આપેલ પૈસા પરત માગતા યુવક પર છરી વડે હુમલો

મોરબી: મોરબીમાં યુવકે એક શખ્સને ઉછીના પૈસા આપેલ હોય જે પરત માગતા શખ્સે યુવકને જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે ઘા મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વાસ્તુ બિલ્ડીંગની બાજુમાં એવન્યુપાર્ક સોસાયટીમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ ભાડજા (ઉ.વ.૩૮) એ આરોપી દિપકભાઈ બુધ્ધદેવ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ -૧૧-૨૦૨૩ ના રોજ ફરિયાદીએ આજથી દસેક દિવસ પહેલા આરોપીને હાથ ઉછીના રૂ. ૨૦૦૦૦/- આપેલ હોય જે માંગતા ફરિયાદી સનાળા રોડ ઉપર બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે હોય ત્યાં આવી આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી તેના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને જેમ ફાવે તેમ ઘા મારતા એક ઘા જમણી બાજુ છાતીના ભાગે તેમજ એક ઘા ડાબા હાથના બાવળાના ભાગે તેમજ એક ડાબી બાજુ છાતીના નિચે પડખાના ભાગે ખુબજ ઉંડો ઘા મારી ગંભીર ઈજાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જયદીપભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ – ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button