GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: અણીયાળી ચોકડી નજીકથી જી.સી.બી મશીન ચોરી

મોરબી: અણીયાળી ચોકડી નજીકથી જી.સી.બી મશીન ચોરી

મોરબી: મોરબી તાલુકાના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ જી.સી.બી. કંપનીનું ૩DX મોડલનુ મશીન ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંડોલ ગામે રહેતા સાંજણભાઈ ભીખાભાઈ નાંગહ (ઉ.વ.૫૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ થી ૦૨-૧૧-૨૦૨૩ ની વચ્ચે કોઈ પણ સમયે ફરીયાદીનુ જી.સી.બી. કંપનીનું ૩DX મોડલનુ જેના રજીસ્ટર નંબર GJ-12-CM-5211 જેની કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦ નું મશીન કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર સાંજણભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button