HALOLPANCHMAHAL

હાલોલની મહિલાઓ સાથે બની ચોકાવનારી ઘટના,જાણો સમગ્ર એહવાલ

તા.૨૪.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ના ગોધરા રોડ ઉપર પ્રેમ એસ્ટેટ ની પાછળ આવેલો સાગર સોસાયટીમાં રહેતા અને ઘરે ગોળી બિસ્કિટ,અને પડીકા વેચવાનો નાનો ધંધો કરતા મંજુલાબેન પ્રવિણસિંહ સોલંકી અને તેમના બહેન ટીનીબેન પ્રભાતભાઈ બારીઆ સાથે ઓળખાણ ધરાવતા અને તેમની બાજુની સોસાયટી માં રહેતા જીતુભાઇ વિજયભાઈ સોલંકીએ બંને મહિલાઓ ની આર્થિક સ્થિતિ નો લાભ લઇ તેમને લોન અપાવવાના બહાને આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ અને મકાન ના આધાર પુરાવા જેવા કાગળ સહી કરાવી લીધા હતા.બંને મહિલાઓ માહિલા મંડળ જૂથ ની મિટિંગો માં જતા હોવાથી તેમને આ ઈસમ ઉપર ભરોસો કરી લોન માટે કાગળ આપ્યા હતા.જીતુ સોલંકી નામના ઇસમે બંને મહિલાઓ ની જાણ બહાર તેમના દસ્તાવેજો નો ખોટો ઉપયોગ કરી વડોદરા સ્થિત એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપની માં કામ કરતા અને હાલોલ તાલુકાના ગરીયાલમાં રહેતા વિરેન્દ્રસિંહ અજબસિંહ રાઠોડ સાથે મળી બંને મહિલાઓ ના દસ્તાવેજો ઉપર પાંચ સ્કુટરો માટે લોન કરાવી બારોબાર વેચી માર્યા હતા.દોઢ વર્ષ જેટલા સમય માં બે સ્કુટરો ના મેમાં મહિલાઓ ને મળતા મહિલાઓ એ તપાસ કરતા આ આખી ઘટના પ્રકાશ માં આવી છે.બંને ભેજબાજો એ ફાઇનાન્સ કંપની માંથી લોન કરાવી હાલોલ માં રવિ મોટર્સના નામે કોઈ પણ મોટર કંપની ની એજન્સી વગર વડોદરા થી સ્કુટરો લાવી વેચવા નો ધંધો કરતી એજન્સી માંથી બંને મહિલાઓના નામે બે સ્કુટરો લઈ બારોબાર ગોધરા પોલન બજાર માં રહેતા સેહજાદ શિરાજભાઈ સદામ નામના ઈસમ ને વેચી મારી હોવાનું મંજુલાબેન સોલંકીએ આપેલી પોલીસ ફરિયાદ માં જણાવવમાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button