BHARUCHBHARUCH CITY / TALUKO

કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ના આઠમા વાર્ષિક સંમેલન,

કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ના આઠમા વાર્ષિક સંમેલન, G 20 અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના સ્નાતક અને પોલિટેકનિક ના વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત દિવસ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો રાષ્ટ્રમાં 23 ડિસેમ્બરના રોજ ખેડૂત દિવસ મનાવવામાં આવતો હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓ કે જે કૃષિનો અભ્યાસ ટૂંક જ સમયમાં પૂરો કરી જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાને અનુરૂપ અભ્યાસ અથવા તો નોકરી મેળવશે તો કોઈ ધંધામાં જોડાશે આવા સમયમાં જગતના તાત ખેડૂતને આકર્ષણનું કેન્દ્ર બનાવી કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ ના આ વિદ્યાર્થીઓએ વાર્ષિક સંમેલનના ભાગરૂપે સૌપ્રથમવાર ખેડૂત દિવસ મનાવવાનું આયોજન કર્યું. જુદા જુદા દિવસો વાર્ષિકોત્સવ હેઠળ દરેક કોલેજો દ્વારા યોજવામાં આવતા યોજવામાં આવતા જ હોય છે, પરંતુ કૃષિ કોલેજના આ વિદ્યાર્થીઓ ખેડૂત દિવસ મનાવીને એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ ખેડૂતના વેશમાં તૈયાર થઈ આવ્યા હતા અને કૃષિને લગતા પ્રોજેક્ટસનું પ્રેઝન્ટેશન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કોલેજના સર્વે ફેકલ્ટી સ્ટાફગણ અને અન્ય વિદ્યાર્થીઓએ પણ ભાગ લેનાર વિદ્યાર્થીઓની પ્રસ્તુતી નિહાળીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો. આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ વેગવંતી આ કૃષિ કોલેજ આવા પ્રસંગોનું આયોજન કરી ભરૂચને ગૌરવ અપાવવા અગ્રેસર કાર્યો કરી રહી છે. સમગ્ર પ્રસંગને સુચારુંરૂપ રીતે આયોજિત કરવા આચાર્યશ્રીએ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ તેમજ સર્વેને અભિનંદન પાઠવ્યા હતાં.

વાત્સલ્યમ સમાચાર

રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા

[wptube id="1252022"]
Back to top button