GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આવક વેરા વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

MORBI:મોરબી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આવક વેરા વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો

બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા માટે અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, વૉટ્સ ઍપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. જાહેર કરવામાં આવ્યા છે.

કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી ગતીવિધિ સંદર્ભે કોઈપણ પ્રકારની જાણકારી આપવા કે ફરિયાદ કરવા આવક વેરા વિભાગ દ્વારા રૂમ નં.૧૪૧, પહેલો માળ, આયકર ભવન, અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટોલ ફ્રી નં. ૧૮૦૦-૫૯૯-૯૯૯૯૯, લેન્ડ લાઈન નં.૦૭૯-૨૯૯૧૧૦૫૨/૩/૪/૫ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ વૉટ્સઍપ નં. ૮૧૬૦૭૪૫૪૦૮ પર તથા આવક વેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ઈમેઈલ આઈ.ડી.cleangujaratelecon@incometax.gov.in પર પણ ફરિયાદ કરી શકાશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button