MORBI:મચ્છુ નદી નું પાણી મીઠા નાં અગર માં ઘુસી ગયા! મોટું નુક્સાન થયા ની આશંકા!

MORBI:મચ્છુ નદી નું પાણી મીઠા નાં અગર માં ઘુસી ગયા! મોટું નુક્સાન થયા ની આશંકા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મચ્છુ ડેમ-૨ સિંચાઇ યોજના નાં દરવાજા રીપેરીંગ કરવાના હોય નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી માળિયાં મિયાણા પાસેના ગુલાબડી રણ તથા હરીપર ગામ પાસે નાં આકડીયા રણમાં પહોંચી ગયા હતા. જેથી મીઠું પકવતા અગરિયાઓના મીઠામાં પાણી પહોંચી ગયું હોય મીઠું માં નુકસાન થયું છે.
આજે તારીખ ૧૬-૫-૨૦૨૪ નાં રોજ માળીયા મીયાણા તાલુકાના ગુલાબડી રણ વિસ્તારો અને હરીપર આંકડીયા રણ વિ માલીયા તાલુકાના હરીપર આંકડીયા રણ વિસ્તારો અને ગુલાબડી રણ વિસ્તારો માં અગરીયા ભાઈઓ ના અગરો માં ધૂસી જવા થી અગરીયા ભાઈઓ ને અગરો માં મીઠા નો પાકને નુકશાન થયું છે અને હવે તે આ મીઠા ની સીઝન માં બીજી વાર મીઠું પકવી શકે તેમ નથી. માળીયા નગરપાલિકાના કર્મચારી ઈજનેર યાગ્નિક ભાઈ તેમજ અગરિયા હિત રક્ષક મંચના પ્રતિનિધિ મારુતિ બારૈયા એ માલીયા નગર પાલીકા ના ઈજનેર શ્રી જ્ઞાનીક ભાઈ અને અગરીયા હિતરક્ષક મંચ ના પ્રતિનિધિ મારૂતસિહ બારૈયા એ હરીપર આંકડીયા રણ વિસ્તારો અને ગુલાબડી રણ ની મુલાકાત કરી છે. અને મીઠું પકવવા જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કલેકટર સાહેબ નેં રજુઆત કરી છે તેમાં જણાવાયું છે કે મચ્છુ ડેમ નાં દરવાજા ખોલવા થી જે અગરીયા ભાઈઓ ના અગરો માં પાણી ધૂસી જવા થી થયેલી નુકસાની સર્વે કરીને યોગ્ય વળતર આપવા વિનતી છે.









