
રાજકોટ મોરબી રોડપર ટંકારા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
રાજકોટ તરફથી આવતી ફોરવિલ હાઈવે ની રોગ સાઈડમાં ધુસી સામેથી આવતી વેગનઆર સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જાયો છે

રાજકોટ મોરબી હાઈવે પરથી પસાર થતી ક્રેટા કાર જીજે ૩૬ એસી ૮૮૮૫ અને જીજે ૦૩ પાસીંગની વેગનાર કાર વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માત બાદ ક્રેટા કાર પલટી મારી ગઈ હતી જયારે વેગનાર કારના બોનેટનો ભાગનો બુકડો બોલી ગયો હતો

અકસ્માતને પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વેગનાર કારના ચાલકને બંને પગમાં ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી
[wptube id="1252022"]








