મહંત શ્રી કે ડી આદર્શ હાઇસ્કૂલ માં રમતોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ

13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મહંત શ્રી કેડી આદર્શ હાઇસ્કુલ રામપુરામાં તા:- ૧૧ સપ્ટેમ્બર ૨૩ ના સોમવારના રોજ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આપણા જીવનઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત પણ એક અગત્યનું પરિબળ છે. આ વાત સમજાવતાં શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી કે.પી. રાજપૂત સાહેબના સાંનિધ્યમાં જુદી જુદી રમતો શાળાના વિશાળ મેદાનમાં રમાડવામાં આવી હતી.રમતો જેવી કે ૧૦૦ મીટર દોડ,૨૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ,૮૦૦ મીટર દોડ,૩૦૦૦ મીટર દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક,ચક્ર ફેંક,બરછી ફેંક, જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તથા તમામ શિક્ષક ભાઈ બહેનોએ રમતવીરો નો ખૂબ જ જોશથી ઉત્સાહ પુરો પાડ્યો હતો. આ તમામ કાર્યક્રમ પી. ટી. શિક્ષક પી. બી. રાવલ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.