MORBI:વાઘગઢના રહીશ હાલ મોરબી યુવા યોગેશભાઈ કાનજીભાઈ છાત્રોલાએ દિવાળીની અનોખી ઉજવણી કરી

વાઘગઢના રહીશ હાલ મોરબી યુવા યોગેશભાઈ કાનજીભાઈ છાત્રોલાએ દિવાળીની અનોખી ઉજવણી કરી 
વાઘગઢના રહીશ હાલ મોરબી યુવા યોગેશભાઈ કાનજીભાઈ છાત્રોલાએ ફટાકડા તેમજ અન્ય ખર્ચ ન કારતા પોતાના ગામની પ્રાથમિક શાળાના બાળકોને એક જોડ યુનિફોર્મ અને એક જોડ સ્પોર્ટ્સની જોડ એમ કુલ બે જોડ કપડાં દરેક બાળકોને સારામાં સારી જોડ ની ભેટ આપી .ગામમાં સારું શિક્ષણ અને સારી ભૌતિક સુવિધાઓ મળી રહે અને શ્રમયોગી પરિવારના બાળકોને પણ સારું શિક્ષણ મેળવી શકે એવી ઉચ્ચભાવના સાથે
વાઘગઢ પ્રાથમિક શાળાને દિવાળી ભેટ આપેલ છે.
યોગેશભાઈ દ્રારા શાળાની ભૌતિક સુવિધામાં સતત દાન આપી શાળાની તમામ ફલોરીગ ટાઈલ્સના પણ ભૂતકાળના દાતા યોગેશભાઈ જ રહયા છે.

થોડા સમય પહેલા બનેલ લીલા લહેરના પણ ફ્લોરિંગ ટાઇલ્સ નું દાન યોગેશભાઈ દ્વારાજ મળેલ. આ સિવાય વૃક્ષારોપણ તેમજ ગામવિકાસમાં સતત તેઓનું યોગદાન મળતું રહે છે. આ તકે સમસ્ત ગામ ,શ્રમયોગી પરિવાર તથા શાળા પરિવાર શ્રી યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર માસને છે.આ જ રીતે ગામ તેમજ રાષ્ટ્રના વિકાસમાં આપનું અમૂલ્ય યોગદાન મળતું રહે.








