RAMESH SAVANI

આપણે લોક પ્રતિનિધિ ચૂંટવાના છે કે વડાપ્રધાન?

પક્ષરહિત લોકશાહીની ઝૂંબેશ ચલાવનાર એક્ટિવિસ્ટ અશોક પટેલે રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર વડાપ્રધાન મોદીના પોસ્ટરમાં તેમના ચહેરા પર ‘ન જોઈએ વ્યકિતવાદ’ના તથા ‘પક્ષ નહીં પ્રતિનિધિ’ના સ્ટિકરો 27 એપ્રિલ 2024ના રોજ લગાડ્યા હતા; તેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજકોટ લોકસભાની બેઠક પર સત્તાપક્ષના પરશોત્તમ રુપાલા ચૂંટણી લડે છે, પરંતુ જાણે વડાપ્રધાન ચૂંટણી લડતા હોય તેવો માહોલ સત્તાપક્ષે ઊભો કર્યો છે !
અશોક પટેલે કહ્યું હતું કે “આપણે લોક પ્રતિનિધિ ચૂંટવાના છે કે વડાપ્રધાન ચૂંટવાના છે? દરેક પોસ્ટરમાં વડાપ્રધાન મોદી છે, શું તે ઉમેદવાર છે? જો નથી તો ઉમેદવાર ક્યાં છે? લોક પ્રતિનિધિ ક્યાં છે? આ તો લોકતંત્રમાં પક્ષતંત્ર છે ! અહીંયા કોઈ PM ચૂંટવાનો નથી ! પ્રતિનિધિ ચૂંટવાનો છે. લોકોને ગેરમાર્ગે દોરે છે !”
થોડાં મુદ્દાઓ : [1] અશોક પટેલની વાતમાં તથ્ય છે. હાલ તો લોકતંત્રના નામે પક્ષતંત્ર ચાલે છે. પ્રતિનિધિને ન જૂઓ, વડાપ્રધાનને મત આપો, એવી અપીલ થાય છે ! પક્ષતંત્ર સામે લોકો લાચાર છે ! પક્ષતંત્ર એટલે ટોચના એક-બે નેતાની સરમુખ્યત્યારશાહી ! લોકશાહીનું નામ, વાસ્તવમાં તાનાશાહી ! વ્યક્તિવાદ એ લોકશાહીનો પ્રથમ દુશ્મન છે. જે પક્ષ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓમાંથી નેતાને બહુમતીથી ચૂંટવાને બદલે નેતાને જ પ્રથમથી નક્કી કરે છે, આ વાત જ લોકશાહી વિરુદ્ધની છે. લોકોએ પ્રતિનિધિ ચૂંટવાના છે અને પ્રતિનિધિઓએ નેતાને ચૂટવાના હોય છે. આ શુદ્ધ લોકશાહીનું સ્વરૂપ છે. અત્યારે તો નેતાઓ લોક પ્રતિનિધિઓને પસંદ કરે છે અને લોક પ્રતિનિધિઓએ તો માત્ર પક્ષના વડાઓના આદેશાનુસાર આંગળી ઊંચી કરવાની રહે છે ! આ લોકશાહીના મ્હોંરા નીચે છૂપાયેલી તાનાશાહી, સરમુખત્યારશાહી છે. અને ધર્મના અફીણી ઘેનમાં મતદાતાઓને બેભાન કરી મૂકે છે. આ રાજકીય આઝાદી નથી, આઝાદીના બૂરખામાં છૂપાયેલો મૂડીવાદ છે ! મતદાતા જ્યાં સુધી ધર્મના અફીણી ઘેનમાંથી જાગશે નહીં, ત્યાં સુધી આ તાનાશાહી પોષાતી હરેશે અને એના પરિણામે નાગરિક મટીને પુનઃ રૈયત બનશે ! [2] કોર્પોરેટ લોબી માટે પક્ષતંત્રને ખરીદવું સહેલું છે ! પક્ષમાં વડાપ્રધાનનો ઉમેદવાર અડવાણી રહેશે કે મોદી તે અદાણી-અંબાણી નક્કી કરે છે ! મતલબ કે લોકશાહીનું નાટક થાય અને સત્તા ભોગવે કોર્પોરેટ લોબી ! [3] પક્ષતંત્ર લોકોના હિતમાં નહીં, પરંતુ કોર્પોરેટ લોબીના હીતમાં કાયદા બનાવે અને લોકોએ સહન કરવું પડે ! ત્રણ કૃષિ કાનૂન/ નવા લેબર લો ખેડૂતો/શ્રમિકોના હિત માટે નહી, પરંતુ કોર્પોરેટ લોબીના હિત માટે બન્યા ! [4] ‘ન જોઈએ વ્યકિતવાદ’/ ‘પક્ષ નહીં પ્રતિનિધિ’ એવી રજૂઆત પણ ગુનો બને ! આ કેવી લોકશાહી? [5] આખા મત વિસ્તારમાં ઠેરઠેર વડાપ્રધાનના પોસ્ટર હોય અને વિપક્ષને પોસ્ટર માટે જગ્યા પણ મળે નહીં ! આટલી અસમાનતા હોય તેને free and fair election કહી શકાય?rs

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button