મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી જેતપર રોડન ઉપર ફોરલેન કામગીરીમાં નડતરરૂપ દબાણો હટાવાયા..

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી જેતપર જવાના રોડને ફોરલેન બનાવવા માટે મંજુરી મળી ચુકી હોય જોકે રસ્તા પર ખડકી દેવામાં આવેલ દબાણોને પગલે કામગીરીમાં અવરોધ પેદા થતો હોય જેથી આજે માર્ગ અને મકાન વિભાગ હિતેષભાઇ અદ્રોજા, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નિખિલ મહેતા તથા ગ્રામ્ય મામલતદારની 1ટીમો દ્વારા પોલીસને બંદોબસ્ત સાથે રાખીને દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી

જેતપર ફોરલેનની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોય અને રસ્તાની બંને બાજુએ આવેલ દબાણ દુર થાય તો જ રોડનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થઇ સકે જો કોન્ટ્રાકટરની બેદરકારીથી કામ સમયસર પૂર્ણ ના થાય તો તેને પેનલ્ટી ભરવી પડે પરંતુ જો વહીવટી અડચણને પગલે કામ સમયમર્યાદામાં પૂર્ણ ના થાય તો સરકારે કોન્ટ્રાકટરને વધુ નાણા ચુકવવા પડે છે જેથી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ આ બાબત જીલ્લા કલેકટર જી ટી પંડ્યાને ધ્યાને મુક્ત કલેકટરના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ..









