Morbi- TANKARA એક જ દિવસમા મોરબી અને ટંકારામ ત્રણ સ્થળે આગનાં બનાવ બન્યા

Morbi- TANKARA એક જ દિવસમા મોરબી અને ટંકારામ ત્રણ સ્થળે આગનાં બનાવ બન્યા
મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં જુદા જુદા ત્રણ સ્થળોએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા જેમાં મોરબી જીલ્લા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળોએ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
મોરબી જીલ્લા ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ગઈકાલે મોરબી શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં જાંબુડીયા પાવર હાઉસ પાસે મોરબી-વાંકાનેર હાઈવે પર RJ-14-GB-1554 ટ્રક ટ્રેલરમાં સાંજે ૮:૨૦ વાગ્યે આગ લાગી હતી. જ્યારે આજે વહેલી સવારે ૪:03 કલાકે આમરણ ગામ નજીક સીમા ઓઈલ મીલ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી જે પાંચ કલાકની ભારે જહેમત બાદ મોરબી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આજે બપોરે ૧૨:૫૭ કલાકે લતીપર રોડ ટંકારા પાસે લક્ષ્મીનારાયણ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં રૂ ના ઢગલામાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ત્યારે ત્રણેય જગ્યા પર આગ લાગવાના બનાવમાં સદ્દનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તેમજ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.