GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:રાજ્ય કક્ષાએ મોરબીનો યુવાન ધ્રુવ બરાસરા લોકવાદ્ય -બ સ્પર્ધામાં પ્રથમ

MORBI:રાજ્ય કક્ષાએ મોરબીનો યુવાન ધ્રુવ બરાસરા લોકવાદ્ય -બ સ્પર્ધામાં પ્રથમ

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા તાજેતરમાંજ ગત 15,16 ડિસેમ્બરના રોજ હેમચંદ્ર યુનિવર્સિટી પાટણ મુકામે રાજ્ય કક્ષાનો યુવા ઉત્સવ યોજાઈ ગયેલ જેમાં લોકવાદ્ય સંગીત -બ (ઢોલવાદન ) માં મોરબીના યુવાન ધ્રુવ રમણીકભાઇ બરાસરા એ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજ અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની વિશિષ્ટ સિદ્ધિ બદલ મોરબી જીલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ શ્રી એમ. પી. પટેલ બીએડ. કોલેજ ના આચાર્ય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે.
[wptube id="1252022"]








