
મોરબી એસઓજીની ટીમે હળવદ ના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં માંથી નશાકારક શિરપની ૨૩૨૫ બોટલ ઝડપીલીઘી
હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમા રહેતા આરોપી રાજેશભાઈ ડાયાભાઈ સોનાગ્રા (ઉ.વ.૪૨) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ શિરપની જુદી જુદી બ્રાન્ડની આયુર્વેદીક બોટલ નંગ -૨૩૨૫ કિં રૂ.૩,૪૬,૪૨૫ નો મુદામાલ મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. હાલ એસઓજીની ટીમે આ જથ્થો ક્યાંથી આવ્યો ? કેટલા સમયથી વેચાતો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]





