NATIONAL

આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે

અમેરિકાના હવામાન વિભાગે વરસાદને લઈને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લા નીનાને કારણે ભારતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર આવવાની શક્યતા છે.

આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં ઘણું સારું રહેવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ટૂંક સમયમાં જ પ્રશાંત મહાસાગરમાં લા નીના ની અસર જોવા મળશે. જૂનથી શરૂ થતા ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ (Rain) પડવાની શક્યતા છે.

યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી છે કે લા નીના (la Nina)ની અસર આગામી કેટલાક મહિનામાં પ્રશાંત મહાસાગરમાં જોવા મળી શકે છે. NOAA (National Oceanic and Atmospheric Administration of US)એ ગયા અઠવાડિયે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લા નીના (la Nina)ની અસર જૂન અને ઓગસ્ટની શરૂઆતમાં જોવા મળશે. જેના કારણે ભારતમાં ભારે વરસાદ (Rain) અને દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

ભારતમાં અલ નીનો વિશે વાત કરીએ તો, તે ભારે ગરમી અને નબળા ચોમાસા નું કારણ બને છે. લા નીના ની વાત કરીએ તો સરેરાશ કરતાં વધુ વરસાદ અને વધુ ઠંડી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે પણ લા નીનાના વિકાસની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરી છે.

NOAA કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં લા નીના (la Nina) સંબંધિત ઘટનાઓ જોવા મળી રહી છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં તે જૂનથી શરૂ થશે. NOAA કહે છે કે લી નીનાની અસર જૂનથી ઓગસ્ટ સુધીમાં 49 ટકા અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 69 ટકા વધી શકે છે.

ભારતમાં મોટા ભાગનો વરસાદ (Rain) જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે અને લા નીના (la Nina)ને કારણે વધતો વરસાદ (Rain) ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ કરવામાં પણ મદદ કરશે. વરસાદ (Rain)ની યોગ્ય માત્રા ખાંડ, કઠોળ, ચોખા અને શાકભાજી જેવી મુખ્ય ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રિત કરી શકે છે, જે ફુગાવાની સમસ્યાને પણ કાબૂમાં રાખી શકે છે.

હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે લા નીના (la Nina)ના કારણે આ વખતે સરેરાશ કરતાં વધુ એટલે કે 106 ટકા વરસાદ (Rain)ની શક્યતા છે. ગયા વર્ષે તે સામાન્ય કરતાં 94 ટકા ઓછું હતું.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn official**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button