MORBI મોરબી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે

MORBI મોરબી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે
મોરબી એલસીબી પોલીસ ટીમે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી દેવાયો છે.
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ મોરબી શહેરના પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા તેમના દ્વારા ઉપરોકત ગુનામાં સંડોવાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સાગરભાઇ કાંતિભાઇ પલણ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતું. જે ઇસ્યુ થયેલ વોરંટની બજવણી માટે મિરબી એલસીબી પીઆઇ દ્વારા એક ટીમ બનાવી સામાવાળા સાગરભાઇ કાંતિભાઇ પલણા રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળને તા.૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ પાસા એકટ તળે પોતાના રહેણાંક મકાનેથી ઝડપી લઇ પાસા તળે ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.