
MORBI મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી પરત સોપ્યા
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એ ડીવીઝન પીઈ એચ એ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કરી CEIR માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરી સતત જહેમત ઉઠાવી હતી જેના પરિણામ સ્વરૂપ નાગરિકોના ખોવાયેલા ૬૩ મોબિલ કીમત રૂ ૧૧,૫૧,૩૭૨ શોધી કાઢવામાં સફળતા મળી હતી
એ ડીવીઝન પોલીસે નાગરિકોના ખોવાયેલા ઓપી, રીયલમી, વિવો, સેમસંગ, વન પ્લસ, એપલ સહિતની કંપનીના મોંઘાઘાટ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા અને ૬૩ નાગરિકોને મોબાઈલ ફોન પરત સોપતા નાગરિકોએ મોરબી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
[wptube id="1252022"]