MORBI મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે વિશ્ર્વકર્મા યોજના અને તાલીમ કોર્સ માં એડમિશન માટે મેગા કેમ્પ યોજાયો

MORBI મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે વિશ્ર્વકર્મા યોજના અને તાલીમ કોર્સ માં એડમિશન માટે મેગા કેમ્પ યોજાયો

મોરબી ના રવાપર રોડ ખાતે ના જિલ્લા કક્ષા ના નિશુલ્ક સરકાર માન્ય તાલીમ કેન્દ્ર ખાતે તા ૧૦ માર્ચ રવિવારે સ્થાનિક લાભાર્થીઓ અને હસ્તકલા સેતુ યોજનાના ના નોંધાયેલા લાભાર્થી બહેનો માટે વિશ્ર્વકર્મા યોજના અને કૌશલ કેન્દ્ર માં હાલ માં જે વિવિધ આધુનિક રોજગારી માટે નિશુલ્ક તાલીમ વર્ગો ચાલુ છે તેમની પ્રવેશ પ્રક્રિયા અંગે કેમ્પ નું ખાસ આયોજન સવારે ૯ થી સાંજ ના ૫ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પ માં જુદા જુદા જન સુવિધા કેન્દ્રો ના સંચાલકો ની મદદ થી વિશ્ર્વકર્મા યોજના ના આશરે ૧૨૫ જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા જ્યારે તાલીમ કેન્દ્ર ના જુદા જુદા કોર્સ માં આશરે ૬૦ જેટલા પ્રવેશ પત્રકો ભરવામાં આવ્યા હતા.

આ મેગા કેમ્પ માં હસ્તકલા જિલ્લા પ્રતિનિધિ શ્રી જય જોશી, કેન્દ્ર ના મેનેજર શ્રી કપિલ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવી ને કેમ્પ ને સફળ બનાવવા માં આવ્યો હતો .








