MORBI મોરબી વ્હોટ્સએપના મેસેંજરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

MORBI મોરબી વ્હોટ્સએપના મેસેંજરમાં વર્લીમટકાના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વ્હોટ્સએપના મેસેંજરમાં વર્લી ફિચર્સના આંકડા લખી તેનું કપાત કરાવી પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા જીવરાજભાઇ શંકરભાઇ ધામેચા ઉવ-૪૭ રહે.મોરબી નવલખીરોડ રણછોડનગર સાંઇબાબા મંદિર વાળી શેરીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ ટીમે સ્થળ ઉપરથી મોબાઇલ ફોન નંગ ૧ તથા રોકડ રૂ.૩,૩૬૦ એમ કુલ રૂ.૭,૩૬૦/-નો મુદામાલ કબ્જે લીધો હતો. જયારે પકડાયેલ આરોપીના મોબાઈલમાં સામે છેડે વર્લીના જુગારનું કપાત કરતો હળવદના રણમલપુરનો આરોપી વિનુભાઈ ચાવડાનું નામ સામે આવતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. હાલ ક્રાઇમ બ્રાંચે બંને આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.





