
MORBI: ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ
મોરબીમાં ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરીને લઇ ગયાનો બનાવ સામે આવ્યો છે, હાલ ભોગ બનનારના વાલી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોક્સો, અપહરણ સહિતની ભારે કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીને પકડી ઓઆડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનો વારંવાર પીછો કરી, ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં આરોપી જયેશભાઇ રમેશભાઈ સોલંકી રહે.પીપળી રોડ મોરબીએ સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કર્યાની ભોગ બનનારના વાલી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








