
મોરબી રહેણાંક મકાનમાંથી દારૂ-બીયર ઝડપાયો
મોરબીના ભવાની ચોક પાસે રહેતા ઇસમના ઘરમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરનો મુદામાલ જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભવાની ચોક પાસે રહેતા આરોપી ઉમેશ મગનભાઈ ડાંગરના રહેણાંક મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જેમાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૯ કીમત રૂ ૯૦૦૦ અને બીયર ટીન નંગ ૧૬ કીમત રૂ ૧૬૦૦ મળીને કુલ રૂ ૧૦,૬૦૦ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રેડ દરમિયાન આરોપી ઉમેશ ડાંગર હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
[wptube id="1252022"]








