
મધ્ય ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ એવા ડાકોરના રણછોડરાયજી મંદિરમાં વીઆઈપી દર્શનનો ચાર્જ વસુલવાનો શરૂ થયો છે. ડાકોરમાં વી.આઈ.પી દર્શન માટે ભક્તોએ ચાર્જ ચૂકવવાનો મંદિર કમિટિએ નિર્ણય કર્યો છે. જેમાં ઠાકોરજીની સન્મુખ ઉંબરા સુધી પહોંચી દર્શન માટે ભક્તોને 500 રૂપિયા ચાર્જ ચૂકવવા પડશે.
હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ વીઆઈપી દર્શન અને ચાર્જ, ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી પહોંચી વીઆઈપી દર્શન માટે 500 રૂપિયા ચાર્જ
પરીવાર સાથે આવેલા બાળકને ફ્રી દર્શન
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે. આમ ડાકોર મંદિરમાં પણ અન્ય મંદિરોની જેમ વીઆઇપી દર્શનનો ચાર્જ લેવામાં આવશે.

[wptube id="1252022"]








