
MORBI: મોરબીના રવાપર ધુનડા ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબીના રવાપર ધુનડા ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે રીઢા બાઈક ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરાઉ બાઈક કબ્જે લઇ આરોપી સામે વધુ એ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ રાજદીપસિંહ રાણા, પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપી રાકેશભાઇ કરશનભાઇ સોલંકી મોરબી રવાપર ધુનડા ચોકડી બાજુ આવતો હોવાની હકિકત આધારે વોચ ગોઠવી તપાસમાં ઉભા હોય તે ઉપરોક્ત આરોપી એક સ્પ્લેન્ડર પ્લસ બાઈક ઉપર આવતા તેને રોકી બાઇકના કાગળો માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા પોલીસ ટીમે પોકેટ કોપથી સર્ચ કરતા ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ બાઈક મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીની ફરિયાદ મુજબનુ ચોરીનુ હોવાનુ સામે આવ્યું હતું. ત્યારે રીઢો બાઈક ચોર આરોપી રાકેશભાઇ કરશનભાઇ સોલંકી ઉવ.૩૨ રહે.ટંકારા ઉગમણા નાકે ખાડીયાવાસની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. આ સાથે રીઢા બાઈક ચોર પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી. નં. જીજે-૦૩-ડીએચ-૪૫૮૭ કબ્જે લઇ આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લખનીય છે કે પકડાયેલ રીઢા બાઈક ચોર સામે ટંકારા, રાજકોટ,જામનગર તથા ધ્રોલ પોલીસ મથકમાં એમ અલગ અલગ સાત ગુના નોંધાયેલ છે.