
વિજાપુર તાલુકા પંચાયત ના મફતગાળા ના અયોજન માટે મીટીંગ યોજાઈ
પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં મફત ગાળા ના પ્લોટ માટે અરજદારો ને સહાય માટે ની તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા તેમજ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રમેશજી ચાવડા તેમજ વિરોધ પક્ષના દીનેશસિંહ ચૌહાણ વગેરે ની ઉપસ્થિતિ માં લેન્ડ કમીટી ની મીટીંગ યોજાઈ હતી જેમાં 67 જેટલા અરજદારો એ કરેલી અરજીઓ ની ચકાસણી કર્યા બાદ તેમાંથી 29 જેટલા અરજદારો ને લાભ અપાયો હતો અન્ય અરજદારો માં કોઇને મિલકત તેમજ કેટલાક અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હોવાથી તેવી અરજી બહાર કાઢી નાખવામાં આવી હતી અને 29 જેટલા અરજદારો ને લાભો મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે સિનિયર કર્મચારી સંજય ભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ગત રોજ લેન્ડ કમીટી ની મળેલી મીટીંગ માં આવેલ અરજીઓ ના નિકાલ માટે મીટીંગ યોજાઈ હતી જેમાં કેટલાક અરજદારો લાભ પાત્ર ના હોવાથી તેનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અને બાકીના લોકોને મફતગાળા પ્લોટ માટે લાભ મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી





