
Morbi -પ્રેમિકાએ માતા-પિતા સાથે મળી પ્રેમીને એસિડ પીવડાવી કરી હત્યા રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
મોરબીના વીસીપરા ખાતે પ્રેમ સંબંધમાં યુવકને મોત મળ્યા નો કિસ્સો સામે આવ્યો છે મોરબીના વિશીપરામાં રહેતા શાંતુબેન ગોવિંદભાઈ ચૌહાણએ આરોપી અજયભાઈ બચુભાઈ શુક્લા, તેમના પત્ની દયાબેન અજયભાઈ શુક્લા તથા તેમની પુત્રી લતાબેન અજયભાઈ શુક્લા વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૧૧ ના રોજ તેમના દેરાણીના દીકરા રમેશને અચાનક ઉલટી ઉબકા આવા લાગ્યા હતા.જેથી 108ને બોલાવીને રમેશને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે રમેશને તપાસીને રાજકોટ ખાતે રિફર કર્યો હતો. જેથી રમેશને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાજકોટની પોલીસ અને મામલતદારએ રમેશની પૂછપરછ કરતા તેણે એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે વીસીપરા ખાતે રહેતા અજયભાઈ શુકલની દીકરી લતા સાથે રમેશને પ્રેમ સંબંધ હતો.

જે અજયભાઈ શુકલને મંજુર ન હોય. જેને પગલે રમેશને રેલવે સ્ટેશન પાસે બોલાવીને આરોપી અજયભાઈ શુક્લા, તેમની પત્ની દયાબેન તથા તેમની દીકરી લતા સહિત ત્રણેયએ ભેગા મળીને રમેશને પકડી રાખ્યો હતો અને બળજબરીપૂર્વક એસિડ પીવડાવી દીધું હતું. આ મામલે રાજકોટ પોલીસે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસની ટીમ પણ રાજકોટ ખાતે પહોંચી હતી અને રમેશનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એ વખતે રમેશનું સારવાર દરમિયાન તારીખ ૧૨ના રોજ મોત નિપજ્યું હતું. જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે હત્યા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે








