MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને સ્ટેજ, મંડપ, મેડિકલ વ્યવસ્થા, સાફ સફાઈ, પીવાનું પાણી, સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઈવ સ્ક્રીન વગેરેની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં લોકો વધુને વધુ સહભાગી બને તે માટે યોગ્ય કામગીરી કરવા પણ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ ઉપરાંત મોરબી તેમજ અન્ય ૫ તાલુકામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકાઓમાં નગરપાલિકા કક્ષાએ ઉજવણી કરવામાં આવનાર છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતા દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વ્યાસ, પાણી પુરવઠા અધિકારીશ્રી વાય.એમ. વંકાણી, સિનિયર કોચશ્રી રવિભાઈ સહિતના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button