GUJARATMORBITANKARA

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે કરાશે

મોરબી કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે કરાશે


મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાબતે બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ગ્રાઉન્ડ, મંડપ, રાષ્ટ્રધ્વજ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સ્ટેજ અને ડાયસ પ્લાન, સ્પીચ, પરેડ, પાર્કિંગ, ધ્વજ પોલ, ટ્રાફિક, પીવાના પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ, સાફ-સફાઈ વગેરે બાબતે સંલગ્ન વિભાગોને સુચના આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેવકુંવરબા સંકુલ, ટંકારા ખાતે કરવામાં આવનાર છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી રોહિત પ્રજાપતિ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રી એ.એન. ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલબેન વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પ્રવીણ અંબારિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ જાડેજા, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button