
તા.૧૪.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
દર વર્ષે વિશ્વમાં 14મી માર્ચના દિવસે પાઇ દિવસ ઉજવાય છે.જેને લઇ કુમારશાળામાં પણ ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રવિણ પરમારના માર્ગદર્શન હેઠળ મેથ્સ સાયન્સ ક્લબ ના વિદ્યાર્થી સભ્યો અને સ્ટાફ ની મદદ લઇ પાઇ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ માટે ગયા અઠવાડિયે નકકી કર્યા અનુસાર વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પાઇની પ્રતિકૃતિ ,કટિંગ કે રંગીન કાગળ પર તેમજ ચોક,પાંદડા,પુંઠા પેન્સિલ, નકામી સ્કેચ પેન,નકામી પેપર ડિસ વગેરે માંથી બનાવી લાવ્યા હતા.ગણિત શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પાઇ દિવસ ની ઉજવણી તેમજ ગણિત માં પાઇના ઉપયોગીતા વિશે સ્પીચ આપી સમજ આપવામાં આવી હતી.પાઇ દિવસ 14મી માર્ચે ઉજવવાનું કારણ પાઇની કિંમત 3.14 એટલે કે ત્રીજો માસ અને 14 તારીખ એ છે પાઇનો ઉપયોગ વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ શોધવામાટે થાય છે.સાથે વિવિધ ઘનાકારો જેવા કે નળાકાર,શંકુ,ગોલક વગેરેના ક્ષેત્રફળ અને ઘનફળ શોધવા માટેની ગણતરીઓ માં પણ પાઇ અનિવાર્ય છે.આ ઉજવણીમાં શાળાના 250થી વધુ બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ધોરણ 1ના બાળકોએ પણ પ્રતિકૃતિ બનાવી હતી જેના ધ્વારા તેમના માનસ પટલ પર પેહલા ધોરણ થી જ પાઇ વિશે બીજ રોપાયા હતા.પાઇના ઉપયોગ ગણિતમાં સામાન્ય રીતે ધોરણ 5/6 થી આવતો હોય છે.