
MORBI મોરબી પથરીની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબીના નીંચી માંડલ ગામની સીમમાં સેગા સિરામિકના કારખાનાની મજુર ઓરડીમાં રહેતા શનિ અરવિંદભાઈ પાટડીયા (ઉ.૨૧)ને પથરીનો દુખાવો થતો હોય જેથી દુખાવાથી કંટાળી જઈને મનોમન લાગી આવતા પોતાની જાતે ગત તા. ૯ ના રોજ સેગા સિરામિકના કારખાનાની મજુર ઓરડીમાં કોઈ ઝેરી જંતુનાશક દવા પી જતા ઝેરી દવાની અસર થતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
[wptube id="1252022"]








