GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉટબેટ (શામપર) ગામે મૃત્યુ પામેલ ઊંટનુ વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મોરબી કોંગ્રેસ પ્રમુખ

મોરબીના ઉટબેટ (શામપર) ગામે મૃત્યુ પામેલ ઊંટનુ વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મોરબી કોંગ્રેસ પ્રમુખ

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના ઊંટબેટ (શામપર) ગામ ખાતે સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે અને તેઓ કચ્છ ઉતબેટ ઉછેરક માલધારી સંગઠન હેઠળ લાયસન્સ ધરાવે છે જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊંટનું પાલન કરવામાં આવે છે ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડશ ઉભી કરી હોય જેથી ઊંટને તેનો ખોરાક મળતો નથી

જે તે સમયે સરકારે આ જગ્યાએ ઊંટોને ખોરાક માટે લઇ જવાની પરવાનગી આપી હતી છતાં ખોરાક ના મળતા આ વર્ષે નાના મોટા આશરે ૭૦ ઊંટો નું મૃત્યુ થયું છે જેથી ગરીબી રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા ગરીબ પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે જેથી પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી સકાય માટે યોગ્ય આર્થિક વળતર ચુકવવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button