
MORBi મોરબી જિલ્લામાં વડીલ મતદારોમાં અનેરો ઉત્સાહ
૧૦૦ વર્ષના પાર્વતીબેન પાંચોટિયાએ પરિવારજનો સાથે મતદાન કરી ગર્વ અને આનંદની લાગણી અનુભવી

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં ત્રણેય વિધાનસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. મતદારો અનેરો ઉત્સાહ દાખવી મતદાન કરવા મતદાન મથકે પહોંચી રહ્યા છે.
મોરબી જિલ્લામાં પણ અનેક શતાયુ નાગરિકો છે જે મતદાન કરવા પોતાના પરિવારો સાથે મતદાન મથકે પહોંચી રહ્યા છે. જિલ્લામાં વયોવૃધ્ધ મતદારોમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોરબી શહેરમાં આવેલ ન્યુ એરા સ્કૂલના મતદાન મથકે ૧૦૦ વર્ષના પાર્વતીબેન લાલજીભાઇ પાંચોટિયાએ મતદાન કરી ગર્વ અને આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે હું ૧૦૦ વર્ષની ઉમરે મતદાન કરવા માટે આવી છું તો આપ સૌ યુવાનો, મહિલાઓ પણ મતદાન અવશ્ય કરો અને અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરો.








