
MORBI મોરબી: સીરામીક કારખાનામાં લોડર હડફેટે વૃદ્ધનુ મોત
મોરબીના લાલપર ગામ નજીક આવેલ સનગ્લોસ સીરામીકના માટી ખાતામાં લોડર ચાલકે પોતાના હવાલા વાળુ લોડર પાછળ જોયા વગર એકદમ સ્પીડમાં રિવર્સમાં લઇ પાછળ ઉભેલ વૃદ્ધને હડફેટે લેતા લોડરનું તોતિંગ વ્હીલ વૃદ્ધ ઉપર ફરી વળતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોસ સીરામીક કારખાનાના માટી ખાતા વિભાગમાં લોડર રજી.નં. GJ-36-S-1057 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ લોડર પાછળ જોયા વગર એકદમ રિવર્સ લેતા સનગ્લોઝ કારખાનામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા પ્રેમજીભાઈ રતુભાઇ ઓગાણજા ઉવ.65ને હડફેટે લેતા તેઓ જમીન ઉપર પડી ગયા હતા અને તેમની ઉપર લોડરનું તોતિંગ વ્હીલ ફરી વળતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મરણ જનારના પુત્ર દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.








