MALIYA (Miyana):કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતના કાર્યક્રમમાં પટેલ દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીના વિરોધમાં માળીયા પોલીસ મથકમાં અરજી આપી ફરિયાદ નોંધવા માંગ

MALIYA (Miyana) :કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતના કાર્યક્રમમાં પટેલ દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીના વિરોધમાં માળીયા પોલીસ મથકમાં અરજી આપી ફરિયાદ નોંધવા માંગ

કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીના વિરોધમાં પાટીદાર આગેવાનોએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી હતી ત્યારે હવે માળિયાના રોહીશાળા ગામે રહેતા પાટીદાર અગ્રણીએ માળિયા તાલુકા પોલીસ મથકમાં અરજી કરી છે

રોહીશાળાના રહેવાસી સંદીપ કાનજીભાઈ કાલરીયાએ માળિયા પીએસઆઈને લેખિત અરજી આપી જણાવ્યું છે કે ગત તા. ૦૮-૦૬-૨૪ ના રોજ સુરત જીલ્લામાં આયોજિત કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામના મહિલા વક્તાએ સ્ટેજ પરથી પોતાના ભાષણમાં મોરબી જીલ્લાની પટેલ સમાજની સાત દીકરીઓ મુસ્લિમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવે છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે અને ચાલીસ લાખની ફોર વ્હીલર લઈને ગીફ્ટ આપી દીધી પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે સહિતની વાતો કરી હતી જે વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરેલ હોય અને વાયરલ થયો છે જેથી મોરબીમાં રહેતા પટેલ સમાજના લોકોની લાગણી દુભાઈ છે કાજલ હિન્દુસ્તાસની પટેલ સમાજની દીકરીઓને બદનામ કરતા ઉશ્કેરણીજનક ભાષણ કરેલ છે જે બાબતે ખરાઈ કરતા આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી છતાં કાજલ હિન્દુસ્તાની પોતાની વાહવાહી મેળવવા આવી વાતો કરે છે જેથી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી છે








