વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં પ્રજાના વિકાસ લક્ષી કાર્યમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વ્યસ્ત!

વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં પ્રજાના વિકાસ લક્ષી કાર્યમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વ્યસ્ત!
“30 ગ્રામ્ય વિસ્તારમાં સન્માન સાથે જીતુભાઈ સોમાણીને આવકારભેર સન્માન સાથે મતદારોએ કરેલી માનતાઓનો દોર શરૂ હજુ માનતા અને સન્માન ના કાર્યક્રમો ધોધ ચાલી રહ્યા છે”

મોરબી: વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત ભરોસાની ભાજપ સરકારે 156 સીટ કબજે કરી ગુજરાતમાં ફરી શાસન સંભાળ્યું છે ત્યારે ગુજરાતમાં વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટી ભાજપના ધારાસભ્યો કાર્યકરો કરી રહ્યા છે તેમાં સૌરાષ્ટ્રના કુવાડવા વાંકાનેર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે તાજેતરમાં ગત તારીખ 23 1 2023 ના રોજ શનિવારના રોજ અમારા સ્થાનિક પ્રતકારે મુલાકાત કરી હતી ત્યારે અરજદારોનું રાવ રજૂઆત અને વિકાસની માગણીઓ નો ધમધમા જ શરૂ હતો ત્યારે ટૂંકી મુલાકાતમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે વાંકાનેર કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારના વિકાસ લક્ષી કાર્ય શરૂ કરી દીધું છે ત્યારે પીવાના પાણી રોડ રસ્તા સહિત લાઈટ અને ખેડૂત ચિંતક વિવિધ પ્રશ્નો જેવો કે પાકના પૂરા ભાવ તેમજ ખેડૂતોને પ્રાણીઓ દ્વારા થતું નુકસાન કે વાવણી અંતર્ગત પાણી લાઈટ ની સમસ્યાઓ નો અંત લાવાના પ્રયાસો ચાલી રહ્યા છે હાલ વાંકાનેર ની 90 ગામ પંચાયત સહિત 102 ગામડા વાંકાનેર પંથકના અને કુવાડવા સહિત કુવાડવા તાલુકાના 52 ગામડા માં વિવિધ સમસ્યાઓ અંતર્ગત રાવ રજૂઆત અરજીઓનો નિકાલ કરવાની દિશામાં અરજદારો કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો નો સતત જન સંપર્ક ચાલી રહ્યો છે ત્યારે મતદારોની લોક ચાહના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પ્રત્યે વધુ તેજ જોવા મળી રહી છે તેમાં વિવિધ વિસ્તારોમાં જીતુ ભાઈ ના મતદારો એ માતાજી ભગવાન પાસે કરેલી માનતાઓ સતત ચાલી રહી છે ત્યારે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મનતો પૂરી કરવાની સાથે સાથે સન્માનિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને સાથે સાથે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્ય અંતર્ગત અરજદારો ની સતાપરાપત કર્યા પછી પણ મિટિંગનો દોર શરૂ રહ્યો છે જેમાં વિવિધ સમસ્યાઓ અને પાયાની પ્રાથમિક સુવિધાઓ વાંકાનેર શહેર અને કુવાડવા સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળે તેવા પ્રયાસોસ અંતર્ગત અરજદારો કાર્યકરો સાથે કુવાડવા વાંકાનેર મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા સાથે અરજદારો તસવીરમાં દ્રશ્યમાન થાય છે આગે તારીખ 21 1 2023 ના રોજ ટૂંકી મુલાકાતમાં જણાવેલ વિગત એવી છે કે 20 થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં સન્માનિત કાર્યક્રમ યોજાઈ ગયા છે અને હજુ ઘણા બધા ગામીએ વિસ્તારોમાં માનતાઓ અને સન્માનિત કાર્યક્રમો પેન્ડિંગ છે જે કદાચ એક વર્ષે પૂરા થાય તો નવાઈ નહીં કારણ કે રોજ રોજ બે પાંચ બે પાંચ ગામ્ય વિસ્તારોમાં જન સંપર્ક સાથે સાથે સન્માનિત અને માનતાઓ પૂર્ણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેથી વાંકાનેર કુવાડવા મત વિસ્તારમાં ધારાસભ્ય જીતુ સોમાણી વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે જેના પરિણામે વાંકાનેર પંથકમાં આવનાર દિવસોમાં ગાડા માર્ગ ખતમ થશે અને પાકા રોડ રસ્તા બની જશે સાથે સાથે ખેડૂતોના હક હિત અધિકારો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં મોદી સરકારના ડિજિટલ યુગમાં ઝડપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનકાળમાં ગુજરાતના ખૂણે ખૂણે વિકાસની દિશાને વેગ ઝડપી મળે તેમાં વાંકાનેર સૌરાષ્ટ્રનું ઝડપી અને સરળ વિકાસની હરોળમાં આગળ રહે તેવા પ્રયાસો વાંકાનેર કુવાડવા મતવિસ્તારના વિવિધ પ્રજા લક્ષી પ્રશ્નો અંગે જીતુભાઈ સોમાણી ના પ્રયાસો રહ્યા છે તેવું એક મુલાકાતમાં જાણવા મળ્યું છે








