ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના વલુણા ગામે મેડ ઈન તાઇવન દેશના જામફળની ખેતી પરંતુ પાણીની સમસ્યાથી ખેડૂત મુંજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના વલુણા ગામે મેડ ઈન તાઇવન દેશના જામફળની ખેતી પરંતુ પાણીની સમસ્યાથી ખેડૂત મુંજાયો

અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાક નું ઉત્પાદન ઘટવા લાગ્યું છે વાત છે મેઘરજ તાલુકાના વાલુણા ગામના ખેડૂતની મેઘરજ તાલુકામાં આજે પણ ઉનાળાની શરૂઆત થતા પાણી ના પોકાર જોવા મળી રહ્યા છે ખેડૂત વિદેશી ફળ ની ખેતી કરતા થયાં પણ પાણી ન મળતા પાક નું ઉત્પાદન ઘટવા લાગ્યું છે મેઘરજ તાલુકાના વલુણા ગામે ખેડૂતે 35 વિધામાં રેડ સિડલેસનામના જામફળ ની ખેતી કરી છે અને આ જાત મેડ ઈન તાઇવનની છે જે કદાચ અરવલ્લી જિલ્લામાં ભાગ્ય જ જોવા મળશે પરંતુ ઉનાળા ની શરૂઆત માં ખેતરમાં બોર ના પાણીના સ્તર નીચે જતા જમફળના પાકને પૂરતું પાણી નથી મળતું જેના કારણે ખેડૂતે બીજી જગ્યાએ થી પાણી ટેન્કર ભરી લાવી ખેતરમાં બનાવેલા એક મોટા ખાડામાં પાણી રેડીને ડ્રિપ દ્વારા હાલ તો પાણી આપવાની શરૂઆત કરી છે હાલ પાક તૈયાર થઇ ગયો છે પરંતુ પાણીની સમસ્યા ને કારણે પાક મૂંઝાવા જઈ રહ્યો છે ખેડૂતે પાણી વેચાતું લાવીને હાલ પાકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button