GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:એક મહિનાનું બાળક સાથે મહિલા ને પતિ રસ્તામાં મૂકીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

એક મહિનાનું બાળક સાથે મહિલા ને પતિ રસ્તામાં મૂકીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ
તારીખ:-11/11/2023 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા કોલ આવેલ કે પીડિત મહિલા ને એક માસનું બાળક હોય અને તેમના પતિ રસ્તામાં મૂકીને જતા રહેલ હોય માટે મદદની જરૂર છે


ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ મહિલાને પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમાં મહિલાએ જણાવેલ કે તેમને એક માસનું બાળક હોય તેવો બિહારના હોય પાંચ દિવસ થાય મોરબીમાં અહીંયા કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય મહિલા ના પતિ મહિલા ને રસ્તામાં મૂકી જતા રહેલ હોય તેમના પતિ નો ફોન પણ બંધ બતાવતો હોય મહિલા ને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાં રહે છે તે મળેલ ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ મહિલાએ 181 અભયમ ટીમનો ટીમનો આભાર વ્યક્ત કરેલ

[wptube id="1252022"]
Back to top button