DHORAJIRAJKOT

ધોરાજી શેલ્ટર હોમમાં રહેતા લોકોને ખોરાક પાણી દવા સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ધોરાજી શેલ્ટર હોમની મુલાકાત લઇ આશ્રય ગૃહમાં રહેતા લોકોને ખોરાક પાણી દવા સહિતની વ્યવસ્થાઓનો નિરીક્ષણ કર્યું હતું.

સંભવિત બિપરજોય વાવાઝોડાની વિનાશક અસરોથી ઓછામાં ઓછા નાગરિકો અસર પામે અને જનજીવન યથાવત રહે, તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને સ્વેચ્છિક સંસ્થાઓના સહયોગથી ભરપુર પ્રયાસો કરાઇ રહયા છે. નાગરિકોની પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓની શેલ્ટરહોમ ખાતે ઉપલબ્ધિ જળવાઇ રહે તે માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રી રાઘવજીભાઇએ ઉપસ્થિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને સૂચના આપી હતી.

આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, જિલ્લા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button