MORBIMORBI CITY / TALUKO

મોરબી પંચાસર રોડ ઉપર ૧૮૨ મકાન કપાતમા આવતા નગરપાલિકાએ નોટિસ ફટકારતાં આવેદનપત્ર

મોરબી પંચાસર રોડ ઉપર ૧૮૨ મકાન કપાતમા આવતા નગરપાલિકાએ નોટિસ ફટકારતાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ રસીદ બાપુની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

દબાણો હટાવાની નોટિસ કે,રોડનો વિરોધ નથી,અમે સ્વેચ્છાએ હટી જવા તૈયાર છીએ, પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો : અસરગ્રસ્તોની કલેકટરને રજુઆત

(રીપોર્ટ:- મોહસીન શેખ દ્વારા)

મોરબી : મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પંચાસર રોડને 100 ફૂટ પહોળો કરવાનું કામ મંજૂર થતા પાલિકા તંત્રએ આ રોડ બનાવવા માટેના અડચણરૂપ દબાણોમાં 300થી 400 જેટલા સામાન્ય પરિવારના મકાનો ડીમોલેશન કરવાની નોટિસ ફટકારતા રહીશો ફફડી ઉઠ્યા હતા. 45 વર્ષથી રહેતા અને ટકનું લઈને ટકનું ખાનારા આ સામાન્ય પરિવારો ઘરનું ગુજરાન માંડ ચાલવી શકતા હોય એવું સ્થિતિ સાવ સામાન્ય મકાન બનાવવા કે ભાડેથી મકાનમાં રહેવા માટે મૂડી ક્યાંથી હોય ? અને બેઘર બની જવાથી ભીતિથી 300થી વધુ સામાન્ય પરિવારોએ કલેકટરને રજુઆત કરી રોડ માટે મકાનો પાડતા પહેલા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી આપો તેવી માંગ કરી છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં રહેતા સામાન્ય પરિવારોએ મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદમિયાની આગેવાની હેઠળ કલેકટરને રજુઆત કરી હતી કે, જળ હોનારતના સમયથી પંચાસર રોડ પર જે તે વખતે આ ખરાબાની જગ્યા પડી હોય અને સાધારણ આર્થિક પરિસ્થિતિ હોવાથી જમીન લઈને મકાન બનાવાની પોઝિશન જ ન હોવાથી આ જગ્યા પર કાચા પાકા આશરે 300થી 400 જેટલા સામાન્ય પરિવારોએ ભારતપરા નામ આપીને રહે છે. આ લોકોમાં કોઈ તવગંર નથી. આ તમામ પરિવારો કોઈને કોઈ મજુરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આ લોકોની આર્થિક સ્થિતિ એટલી બધી સંધારણ હોય અને ટકનું લઈને ટકનું ખાનારા હોવાથી સામાન્ય કહી શકાય એવા એક કે બે ઓરડીનું મકાન બનાવી શકે એટલી પણ મૂડી કે બચત પણ નથી. ત્યારે નગરપાલિકા તંત્રએ શહેરનો હાર્દ સમાન અને અસામાન્ય ટ્રાફિક ધરાવતા પંચાસર રોડ આ રોડના કામ માટે 2000ની સાલમાં લેખિતમાં 9 મીટરનો રોડ બનાવવાની નોટિસ આપ્યા બાદ હવે તંત્રએ 30 મીટર એટલે 100 ફૂટનો રોડ બનાવવા માટે તેમના 182 પરિવારોને મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી. એટલે ભારતપરામાં આવેલા 400 મકાનોમાંથી 300થી વધુ મકાનો આ રોડના ભોગે કપાતમાં જશે.આથી બેઘર થવાની ભીતિથી આ પરિવારોનું સુખચેન હરામ થઈ ગયું છે. અને મહિલાઓ તો રીતસર રડી પડી છે.જો કે આ મકાનો ભલે ગેરકાયદે હોય પણ વર્ષોથી આ લોકો રહેતા હોય રેશનકાર્ડ, આધારકાર્ડ, લાઈટ બીલ હોય પણ દસ્તાવેજ ન હોવાથી મકાનો પાડી નાખે તો આ લોકો જાયે તો જાયે કહા ? તેવી ગંભીર પરિસ્થિતિ છે. કારણ કે, આશરો છીનવાઈ જાય તો બેઘર બનીને દર દર ભટકવું પડે એમ છે. નવા મકાનો બનાવી શકે કે ભાડે મકાનમા રહી શકે એવી મૂડી જ નથી તેથી આ મકાનોના દબાણો દૂર કરવાની નોટિસ અને રોડને પહોળો કરવા સામે કોઈ વિરોધ નથી પરંતુ રોડ પહોળો થાય એ માટે રાજી છીએ. પણ મકાનો તોડી પાડશે તો અમે આવી કડકડતી ટાઢમાં બાલ બચ્ચા સાથે ક્યાં જઈશું ? તેવો સવાલ ઉઠાવી સરકારની ચાલતી આવાસ યોજના હેઠળ તેમની સમાવેશ કરવા અથવા બીજી કોઈ જગ્યાએ રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી તેવી માંગ સાથે કલેકટરને રજુઆત કરતા . આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની તંત્રએ ખાતરી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button